Morbi,તા.25
સેન્સો ચોકડીથી સરતાનપર ચોકડી વચ્ચેના રોડ પરથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રક ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક ૧૯ વર્ષના યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેરની સેન્સો ચોકડી પાસે રહેતા રાજેશભાઈ કમલસિંગ જાટવે ટ્રક આરજે ૦૭ જીઈ ૨૮૨૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ માર્ચના રોજ ફરિયાદીના દીકરા જીતુભાઈ (ઉ.વ.૧૯) નામના યુવાન પોતાનું બાઈક જીજે ૩૬ કયું ૯૮૬૩ લઈને સેન્સો ચોકડીથી સરતાનપર ચોકડી તરફ જતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને સામેથી ઠોકર મારી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક જીતુંને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે