Morbi,તા.22
રાતાવીરડા ગામની સીમમાં આવેલ ફેક્ટરી પાસે ટ્રક ચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગાંધીધામ કચ્છમાં રહીને ટ્રક ચલાવતા દિનેશસિંહ ગોવિંદસિંહ રાવત (ઉ.વ.૨૭) નામના યુવાન ગત તા. ૨૧ માર્ચના રોજ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં લોસેરો સિરામિક પાસે આવ્યા હતા ત્યારે ટ્રક જીજે ૧૨ બીઝેદ ૮૫૯૪ ના પાછળના ભાગે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે