Surat,તા.31
સુરત શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. ડુમસ એરપોર્ટ રોડ પર ભારે મિક્ષર મશીન ટ્રકે મોપેડને અડફેટે લીધું હતું. જેમાં 22 વર્ષીય યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી ઘરેથી ઓફિસે જવા નીકળી હતી. આ ઘટના રોડ કિનારે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી.વીડિયોમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ રાહદારીઓની ભીડ જમા થઇ ગઇ હતી અને ટ્રકચાલકને ઘેરી લેવામાં આવ્યો હતો. લોકોએ આ દરમિયાન કડક કાર્યવાહીની માગ કરતા નારેબાજી પણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ડુમસ પોલીસ ઘટનાસ્થળે ત્વરિત દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.