જુનાગઢ થી અમરેલી જતા ટ્રક અકસ્માતમાં બે દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું
Bagasara,તા.19
જુનાગઢ થી અમરેલી ફેરો લઈને જતા ટ્રક ને બગસરા રોડ પર અકસ્માત નડતા પલટી ખાઈ ગયેલા ટ્રકમાં ગંભીર ઇજાગ્રસ્ત ટ્રક ચાલકનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બગસરા અમરેલી રોડ પર ગઈકાલે રાત્રે જુનાગઢ થી અમરેલી જતા ટ્રક અકસ્માતે પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં જુનાગઢના કુંભારવાડા માતરી રોડ અકબરી અપાર્ટમેન્ટમાં રહેતા હનીફ રહીમભાઈ કુરેશી 53 ને ગંભીર ઈજા થતા પ્રથમ અમરેલી હોસ્પિટલ ત્યાંથી રાજકોટ વેદાંત હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન હનીફ ભાઈ કુરેશી નું મૃત્યુ નીપજ્યું હતું. ડ્રાઇવર હનીફ ભાઈ જુનાગઢ ના માતરી રોડ અકબરી એપાર્ટમેન્ટ રહે છે સંતાનમાં બે દીકરી હોઈ ગઈકાલે જુનાગઢ થી અમરેલી જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માતમાં ભોગ બન્યા હતા હનીફ ભાઈ ના અવસાનથી બે દીકરીઓ એ પિતાનું છત્ર ગુમાવ્યું છે .