Morbi,તા.13
ટ્રક રેઢો મૂકી ટ્રક ચાલક ફરાર, પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી
મોરબીના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ ફરજ પૂર્ણ કરી એકટીવા લઈને મોરબી તરફ આવતા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી પડી જતા દીવાલ સાથે અથડાતા માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો અકસ્માત સર્જનાર ટ્રક ચાલક નાસી ગયો હતો અને રેઢો ટ્રક ગાળા ગામ પાસેથી મળી આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
કચ્છ ભુજના મોટા રેહા ગામના વતની અને હાલ મોરબી રહીને અભ્યાસ કરતા મિતરાજસિંહ ભગવાનજીભાઈ જાડેજાએ ટ્રક આરજે ૦૭ જીડી ૧૨૧૫ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી ભગવાનજી રવાજી જાડેજા મકનસર ખાતે પોલીસ હેડ ક્વાર્ટરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે ગત તા. ૧૨ ના રોજ રાત્રીના આઠ વાગ્યા સુધીની શિફ્ટમાં નોકરી હતી અને પૂર્ણ કરી એકટીવા જીજે ૦૧ પીએ ૭૧૬૭ લઈને પોલીસ હેડ ક્વાર્ટરથી પરત આવતા હતા ત્યારે જાંબુડિયા ગામના ઓવરબ્રિજ પર ટ્રક ચાલકે એકટીવાને પાછળથી ઠોકર મારતા પડી જઈને દીવાલ સાથે અથડાયા હતા અને ગંભીર ઈજા પહોંચતા ફરિયાદીના પિતા ભગવાનજી જાડેજાનું કરુણ મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
અકસ્માત બાદ વાહન લઈને ચાલક નાસી ગયો, રેઢો ટ્રક ગાળા ગામ નજીકથી મળ્યો
મોરબીના જાંબુડિયા ગામ નજીક પીએસઆઈને કચડી મોત નીપજાવી ટ્રક ટ્રેલર ચાલક નાસી ગયો હતો જે ટ્રક રેઢી હાલતમાં ગાળા ગામ નજીકથી મળી આવ્યો છે જોકે ટ્રક ચાલક ફરાર છે જેથી મોરબી તાલુકા પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે