Morbi,તા.04
માળિયા તાલુકાના રહેવાસી બે યુવાનો બાઈક પર જતા હતા અને નવી ટીંબડી ગામ નજીક ટ્રક ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારી હતી અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ઈજા પહોંચી હતી પાછળ બેઠેલા યુવાનને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયાના કાજેરડા ગામે રહેતા અલ્તાફ ગફુર મોવરે ટ્રક જીજે ૧૩ એડબલ્યુ ૯૯૮૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં ફરિયાદી અલ્તાફ અને મોસીન ઈસ્માઈલ મોવર બંને બાઈક જીજે ૦૩ સીએન ૯૭૫૯ લઈને જતા હતા અને નવી ટીંબડી ગામ નજીક પહોંચતા ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી હતી અકસ્માતમાં ફરિયાદી અલ્તાફ મોવરને ઈજા પહોંચી હતી પાછળ બેસેલ મોસીન ઈસ્માઈલ મોવરને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે