મગફળી ભુંસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી,મોરબી એલસીબી ટીમે મોટો જથ્થો ઝડપી લીધો
Morbi,તા.29
પંજાબથી ટ્રેલરમાં દારૂનો મોટો જથ્થો ભરીને રાજકોટ તરફ જવાનો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ટ્રેલર ઝડપી લઈને ૬૭ લાખથી વધુના દારૂના જથ્થા સાથે ૧.૦૨ કરોડનો મુદામાલ જપ્ત કરી ટ્રક ચાલકને ઝડપી લીધો છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમદાવાદ તરફથી એક ટ્રક ટ્રેઇલર આરજે ૧૪ જીજી ૫૨૦૫ વાળું રાજકોટ તરફ જવાનું છે જેમાં મગફળીના ભુંસાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેથી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટોલ પ્લાઝા ખાતે વાહન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જેમાં ટ્રેઇલર નીકળતા તેને રોકી દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી હતી ટીમે ટ્રેઇલરમાંથી રોયલ સ્ટગ વ્હીસ્કી નાની બોટલ નંગ ૨૪૦૦ અને મોટી બોટલ નંગ ૪૬૩૨ તેમજ રોયલ ચેલેન્જ મોટી બોટલ નંગ ૨૭૩૬ અને નાની બોટલ નંગ ૧૭૨૮ અને મેક્ડોલ નંબર ૧ વ્હીસ્કીની મોટી બોટલ નંગ ૧૮૭૨ અને નાની બોટલ નંગ ૬૭૨ મળીને કુલ દારૂની બોટલ નંગ ૧૪૦૪૦ કીમત રૂ ૬૭,૬૯,૯૨૦ ની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે
એલસીબી ટીમે લાખોનો દારૂ તેમજ ટ્રક ટ્રેઇલર કીમત રૂ ૩૦ લાખ અને ૨ મોબાઈલ કીમત રૂ ૫૫૦૦ તેમજ રોકડ રૂ ૨૫૦૦ અને મગફળી ભૂસા ભરેલી બોરીઓ નંગ ૧૫૦ સહીત કુલ રૂ ૧,૦૨,૭૭,૯૨૦ નો મુદામાલ જપ્ત કરી ટ્રક ચાલક કુશારામ જેશારામજી ખોથ રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે દારૂનો માલ મોકલનાર કિશોર સારણ રહે રાજસ્થાન વાળાનું નામ ખુલ્યું છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ ચલાવી છે