Washington,તા.23
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મીની યુદ્ધમાં પાંચ વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા અને બંને દેશો વચ્ચે મે યુદ્ધ વિરામ કરાવ્યું હતું નહીંતર અણુયુદ્ધ સર્જાઈ તેવી શકયતા હતી તેવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત દાવો કરતા જ તેના પડઘા ફરી એક વખત દિલ્હીમાં પડયા છે.
કોંગ્રેસે તેના પર કટાક્ષ કરતા કહ્યું કે ટ્રમ્પના વારંવારના દાવા છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન ધારણ કરીને બેસી રહ્યા છે અને ટ્રમ્પના દાવાને સીલ્વર જયુબીલી તરીકે ગણાવ્યો હતો. કોંગ્રેસે સાથોસાથ એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે ઘરઆંગણે અનેક પ્રકારના પ્રશ્નો વચ્ચે પણ વડાપ્રધાન વારંવાર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે.
તેમનો ઉલ્લેખ આજથી જ શરુ થયેલા શ્રી મોદીના બ્રિટન અને માલદીવના પ્રવાસ તરફ હતો. ટ્રમ્પે 73 દિવસમાં 25 વખત ભારત-પાકિસ્તાન અંગે દાવો કર્યો પણ વડાપ્રધાન તેના પર સંપૂર્ણપણે મૌન છે.
અગાઉ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ અમેરિકી પ્રતિનિધિએ ભારત-પાક વચ્ચે યુદ્ધ અમેરિકાએ અટકાવ્યું હતું અને પ્રમુખ ટ્રમ્પનું નેતૃત્વ દુનિયાભરમાં શાંતિના સર્જન માટે કામ કરી રહ્યું છે.