New Delhi,તા. 8
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને રશીયાથી સસ્તુ તેલ ખરીદવાથી રોકવા માંગે છે. કારણ કે તેનાથી અમેરિકાનાં તેલ ઉદ્યોગને નુકશાન થઈ શકે છે.
અમેરિકાએ રશીયા અને યુક્રેન યુદ્ધની શરૂઆતમાં રશીયા પર સકંજો કસવા માટે જે ઓછા ભાવે કાચુ તેલ (ક્રુડ ઓઈલ) ખરીદવાની અન્ય દેશો પર શરતો હવે તેનાથી ઉલટુ તે રશીયાથી તેલ ખરીદનારા દુનિયાનાં તમામ દેશો પર કડક પ્રતિબંધ લગાવવાની ધમકી આપી રહ્યા છે.
વિશેષજ્ઞોનાં અનુસાર આ મુદ્દે એકલા ભારતને નિશાન બનાવવુ રાજનીતિક અને આર્થિક સ્વાર્થથી પ્રેરિત છે. તેની પાછળ મોટુ કારણ એ છે કે અમેરિકાનું હરીફ ચીન પણ રશીયા અને ઈરાનથી ભારે માત્રામાં તેલ ખરીદી રહ્યું છે. પણ અમેરિકા માત્ર ભારત પર જ હુમલો કરી રહ્યું છે.
જો તેલના ભાવ ઉંચા રહ્યા તો અમેરિકા વધુ તેલ વેચશે અને તેને નફો થશે. પણ જો તેલ સસ્તુ રહ્યું તો અમેરિકાનું ઉત્પાદન પણ ઘટી જશે. એટલે ટ્રમ્પ નથી ઈચ્છતા કે ભારત રશીયાથી સસ્તુ તેલ ખરીદી ભાવ ઘટાડે.
ટ્રમ્પ પ્રશાસનનું બેવડુ વલણ બહાર આવ્યું
વિશેષજ્ઞોનું કહેવુ છે કે ભારત પર ટેરીફ વધારવાથી ચીનને વધુ સસ્તુ તેલ મળશે. ભારતને નિશાન બનાવવાને લઈને મંગળવારે સંયુકત રાષ્ટ્રમાં અમેરિકાની પૂર્વ રાજદુત નિકકી હેલીએ પણ ટ્રમ્પ પ્રસાશનને ચેતવ્યા હતા.
ચીન અને ભારતે દુનિયાનાં તેલ બજારને બચાવ્યુ
જો ભારત અને ચીને રશીયાથી તેલ ન ખરીદયુ હોત તો દુનિયાના તેલ બજારમાં મોટી ગરબડ થઈ શકતી હતી યુરોપ રશીયાથી તેલ ખરીદવાનું બંધ કરી દીધુ હતું જેથી માંગ ઘટી ગઈ હતી.
આ સ્થિતિમાં જો કોઈ બીજો દેશ રશીયાનું તેલ ન લેત તો ભાવ વધી જાત અને પુરવઠો પણ ડગમગવા લાગ્યો હોત. ભારત અને ચીને રશીયાથી તેલ ખરીદવાનું વધારી દીધુ આથી સપ્લાય જળવાઈ રહી.