Washington,તા.26
ભારત સામેની ટેરિફ લડાઈને આગળ વધારતા હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા-ડ્રગ આયાતો પર 100% ટેરિફની જાહેરાત કરી છે તો કિચન કેબીનેટથી લઈને `અપહોલ્સ્ટર્ડ’ શ્રેણીમાં આવતા પરદા-ફલોરીંગ અને અન્ય ફર્નિચર સિવાયના સુવિધા-સજાવટની આયાત પર 50% તથા હેવી ટ્રક પર 25% ટેરીફની જાહેરાત કરી છે.
આ નવા ટેરિફ 1 ઓકટો.થી અમલમાં આવી જશે. એક તરફ ભારતના વ્યાપાર મંત્રી પિયુષ ગોયલ ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિમંડળ સાથે વ્યાપાર કરાર કરવા વોશિંગ્ટનમાં છે તે સમયે જ ટ્રમ્પે ભારતના ફાર્માક્ષેત્ર જે અમેરિકામાં સૌથી મોટુ નિકાસકાર છે તેના પર 100% ટેરિફ જો દેશના ફાર્મા ઉદ્યોગ માટે એક મોટો ફટકો પડશે તે નિશ્ચિત છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે, જો અમેરિકામાં ફાર્મા પ્લોટ સ્થાપવામાં આવે તો જ તેને આ ટેરિફમાંથી મુક્તિ મળશે. અમેરિકામાં ઉત્પાદન કરો અથવા ઉંચા ટેરિફનું ચુકવણું કરો. ટ્રમ્પે આ એક જ સંદેશ આપ્યા છે. ટ્રમ્પે તેમના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર આ ટેરિફ વધારાની જાહેરાત કરતા કહ્યું કે જે કંપનીના અમેરિકામાં પ્લોટ બાંધકામ ચાલુ છે તેને મુક્તિ મળશે અન્યથા કોઈ સમજુતી થશે નહી.
આ 100% ટેરિફ બ્રાન્ડેડ ફાર્મા પર લાગુ થશે. પેટન્ટ અથવા બ્રાન્ડેડ દવાઓને જ આ નવા ટેરિફ લાગુ થશે. ટ્રમ્પે બ્રેકીંગ-ગ્રાઉન્ડ એટલે કે જે પ્લોટનું ભૂમિપૂજન થયુ છે અથવા તો તે બાંધકામના તબકકે તેને આ ટેરિફ વધારો લાગુ થશે નહી.
અમેરિકા વર્ષ 233 બિલિયન ડોલરના ફાર્મા-મેડીકલ ઉત્પાદનો આયાત કરે છે અને ભારત તેમાં 12.72 બિલિયન ડોલરનો હિસ્સો આવે છે પણ ફાર્મા નિકાસ એ દેશની નિકાસમાં મોટો ફાળો આપે છે. અમેરિકામાં દર 10 દવા પ્રિસ્ક્રીપ્શનમાં ચાર દવા ભારતીય હોય છે.
આ ઉપરાંત કીચન કેબીનેટ- બાથરૂમ વૈનીટી જે સજાવટ સુવિધા વધારે છે. તેના પર 50% ટેરિફ લાગુ કર્યા છે તો અપહોલ્સ્ટર્ડ એટલે કે ફર્નિચર પરના ગાદલા-પરદા પર 30% ટેરિફ લાદયા છે અને તૈયાર હેવી ટ્રક પર 25%નો ટેરીફ લાદયો છે.
જો કે અમેરિકાના આ ટેરિફથી તે દેશમાં દવાઓ મોંઘી થવાનો ભય છે અને કિંમતમાં 100%નો વધારો થશે. અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરામ પોવેલે અગાઉ જ મોંઘવારી મુદે ચેતવણી આપી હતી પણ ટ્રમ્પ માને છે કે એક વખત અમેરિકામાં ઉત્પાદન શરૂ થયા બાદ કિંમતો ઘટી જશે..
ગમે ત્યારે ફાર્મા ક્ષેત્ર નિશાન બનશે તે ભય હતો
અમેરિકામાં વેચાતી દર 10 દવામાં 4 ભારતીયઃ રૂા.31626ની નિકાસને મોટો ફટકો પડશે
ભારતીય ફાર્મા ઉદ્યોગે અમેરિકા સહિતના દેશોમાં જે રીતે નિકાસને વેગ આપ્યો છે તેની ભારત બ્રાન્ડેડ પેટન્ટ વાળી દવાઓ માટે હબ બની ગયુ છે. અમેરિકામાં જે દર 10 દવા વેચાય છે અથવા પિસ્ક્રાઈબ થાય છે તેમાં ચાર ભારતીય છે.
ભારતની ફાર્મા કંપનીઓએ 2024માં રૂા.31626 કરોડની દવા અમેરિકામાં નિકાસ કરી હતી અને 2025ના પ્રથમ 6 માસમાંજ તે આંકડો રૂા.32505 કરોડનો થયો છે.
ટ્રમ્પ ગમે તે સમયે ફાર્મા ઉદ્યોગ પર ટેરીફ બોમ્બ ઝીંકશે તેવી ગણતરી હતી તેથી આ વર્ષે ભારતીય કંપનીઓએ નિકાસ વધારી દીધી હતી. તેમાં હવે નવી નિકાસમાં 100% ટેરિફથી અમેરિકાના લોકોને મોટો ફટકો પડશે.