Kuala Lumpur,તા.27
વિશ્વભરમાં ટ્રમ્પ-ટેરીફ તથા રશિયા-યુક્રેન વચ્ચેના વધુ આક્રમક બનતા જતા યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ પુર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠન `આસીયાન’માં ભાગ લેવા કવાલાલામ્પુર પહોંચ્યા પણ તેઓ જે અપેક્ષા રાખતા હતા તે રીતે આ શિખર સમેલન હોટ-ટોપીક બની રહ્યું નથી.
શ્રી ટ્રમ્પનું વિમાની મથકે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમે રેડ કાર્પેટ સ્વાગત કર્યુ તેઓ 2017 બાદ પ્રથમ વખત આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે અને એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા ખાસ અહીના સ્થાનિક ડાન્સ ટીમ હાજર હતી અને ટ્રમ્પે તેમની ખાસ સ્ટાઈલમાં આ ડાન્સરો સાથે ખુદ પણ ડાન્સ કરીને સૌને ખુશ કરી દીધા હતા.
જો કે અહી ટ્રમ્પનો વિરોધ કરનારા પણ પ્લે-કાર્ડ સાથે મૌજૂદ હતા. ટ્રમ્પને આ શિખર સંમેલનમાં ત્રણ મોટા દેશોમાં રાષ્ટ્રવડાઓની ગેરહાજરી વચ્ચે સામેલ થવું પડયું હતું. આ સંમેલનમાં ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર નથી અને તેઓએ વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતું તો ટ્રમ્પ અહી ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગને મળવા આતુર હતા પણ જીનપીંગ પણ હાજર નથી તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન પણ પહોંચ્યા નથી.
આ સ્થિતિમાં ટ્રમ્પને બ્રાઝીલના વડાપ્રધાન સાથે સંયુક્ત બેઠક કરવી પડી હતી. આ બેઠક બાદ પણ પ્રમુખ ટ્રમ્પ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા વારંવાર ગુસ્સે થયેલા નજરે ચડતા હતા. તેઓએ બ્રાઝીલના વડાપ્રધાન લુઈઝ લૂલા સાથે બેઠક બાદ એક પત્રકારે પ્રશ્ન પૂછતા જ ટ્રમ્પે હું ધેટ શાઉટીંગ ડોન્ટ શાઉટ કોણ બરાડા પાડે છે તેવો છણકો કર્યો હતો.
તેઓએ વધુ પ્રશ્નો પણ લીધા નહી અને કહ્યું કે આજે કોઈ મોટા પ્રશ્નો (ગ્રેઈટ-કવેશ્ચન) પુછાયા નહી. બધા બોરીંગ (કંટાળાજનક) હતા. આપણે બીજી ઘણી મહત્વની ચર્ચા કરવાની છે તેથી સમય બગાડવાની જરૂર નથી તેમ કહીને પ્રશ્ન ઉડાવી દીધા. ટ્રમ્પે કેટલાક મહિલા પત્રકારોના પ્રશ્નનો જવાબ પણ આપ્યો નહી.

