Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    • ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી
    • Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
    • સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ
    • જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે
    • મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે
    • Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી
    • Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Trump વધુ 36 દેશોના નાગરિકો સામે ટ્રાવેલ બૅન મૂકવાની તૈયારીમાં
    આંતરરાષ્ટ્રીય

    Trump વધુ 36 દેશોના નાગરિકો સામે ટ્રાવેલ બૅન મૂકવાની તૈયારીમાં

    Vikram RavalBy Vikram RavalJune 16, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    America,તા.16

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર તેની પ્રવાસ પ્રતિબંધ નીતિને વિસ્તારવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં રોઇટર્સના રિપોર્ટ મુજબ વધુ 36 દેશોના નાગરિકો સામે પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ યાદીમાં ઘણા આફ્રિકન, કેરેબિયન અને મધ્ય એશિયાઈ દેશોનો સમાવેશ થાય છે.

    અમેરિકાના વિદેશ મંત્રાલયના આંતરિક પત્રવ્યવહાર મુજબ, ટ્રમ્પે ચાલુ વર્ષે તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં વિદેશી આતંકવાદીઓ અને અન્ય રાષ્ટ્રીય સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખી અમેરિકાને બચાવવા માટે જરૂરી હોવાનું જણાવીને 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો. જેમાં શંકાના આધારે સેંકડો વેનેઝુએલાના નાગરિકોને અલ સાલ્વાડોર પાછા મોકલવાનો, તેમજ અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી કેટલાક વિદેશી વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અટકાવવાના અને અન્યને દેશનિકાલ કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.

    અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું વહીવટીતંત્ર તેમની પ્રવાસ પ્રતિબંધ નીતિનો વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યું છે, જે 36 વધુ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી શકે છે. આ અંગે વિદેશ મંત્રી માર્કો રુબિયો દ્વારા હસ્તાક્ષરિત આ પત્રવ્યવહારમાં આ 36 દેશો વિશે અનેક ચિંતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો આ દેશો 60 દિવસની અંદર નિર્ધારિત ધોરણો અને આવશ્યકતાઓને પૂર્ણ નહીં કરે, તો તેમના નાગરિકોના પ્રવેશ પર સંપૂર્ણ અથવા આંશિક રીતે પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

    અમેરિકન વિદેશ વિભાગે ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલાક દેશોની સરકાર પોતાના નાગરિકોની વિશ્વસનીય ઓળખ વેરિફાઈ કરતી નથી. કેટલાક દેશોના પાસપોર્ટની સુરક્ષા પણ શંકાસ્પદ છે. આ ઉપરાંત, કેટલાક દેશો તેમના નાગરિકોને પાછા મોકલવામાં સહકાર આપતા નથી જેમને અમેરિકામાંથી દેશનિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘણા દેશોના નાગરિકો અમેરિકાના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે, તેમ છતાં દેશ છોડતા નથી. પત્રવ્યવહારમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક દેશોના નાગરિકો અમેરિકામાં આતંકવાદી પ્રવૃત્તિઓ, યહૂદી વિરોધી અથવા અમેરિકન વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.

    અગાઉ 12 દેશમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો રિપબ્લિક, ઇક્વેટોરિયલ ગિની, ઇરિટ્રિયા, હૈતી, ઇરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનના નાગરીકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ વધુ સાત દેશો – બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સિયેરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા દેશના લોકોના પ્રવેશ સામે પણ આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    આ 36 દેશોમાં અંગોલા, એન્ટિગુઆ અને બાર્બુડા, બેનિન, ભૂટાન, બુર્કિના ફાસો, કેપ વર્ડે, કંબોડિયા, કેમરૂન, કોટ ડી’આઇવરી, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, જીબુટી, ડોમિનિકા, ઇથોપિયા, ઇજિપ્ત, ગેબન, ગામ્બિયા, ઘાના, કિર્ગીઝ્સ્તાન, લાઇબેરિયા, મલાવી, મૌરિટાનિયા, નાઇજર, નાઇજિરિયા, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા, સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપ, સેનેગલ, સાઉથ સુદાન, સીરિયા, તાન્ઝાનિયા, ટોંગા, તુવાલુ, યુગાન્ડા, વાનુઆતુ, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.

    36 more countries America citizens Donal Trump impose travel ban
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.