Washington,તા.8
ન્યુયોર્કના નવા મેયર તરીકે ભારતીય મૂળના જોહરાન મમદાનીની શકયતા વધી હોવાથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમને વારંવાર ટાર્ગેટ કરી રહ્યા છે તે સમયે હાલમાં અમેરિકાની મુલાકાતે રહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુની ધરપકડની ધમકી આપનાર મમદાનીને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આકરી ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ સુધરશે નહી તો ન્યુયોર્કને મળતા નેશનલ ભંડોળને રોકી દેવાશે.
ગઈકાલે જ નેતાન યાહુએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડીનર લીધુ હતુ અને તે સમયે ભારતીય મૂળના ન્યુયોર્ક મેયરપદના ઉમેદવાર મમદાનીએ ગાઝામાં ઈઝરાયેલના અત્યાચાર બદલ નેતાનયાહુની ધરપકડની ધમકી આપી હતી.
રંતુ ટ્રમ્પે તુર્તજ ચેતવણી આપતા કહ્યું કે તે એક કોમ્યુનીસ્ટ છે અને તેથી વારંવાર યહુદી વિરોધી નિવેદન આપી રહ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિમીનલ કોર્ટે એરેસ્ટ વોરન્ટ જાહેર કર્યુ છે અને મમદાનીએ તેને આગળ ધરીને કહ્યું હતું કે ભવિષ્યમાં જો તેઓ ફરી ન્યુયોર્ક આવે તો ધરપકડ થઈ શકે છે.