Washington,તા.17
બ્રિટન સહિતના દેશોમાં જે રીતે ઈમીગ્રેશન સામે વિરોધ વધી રહ્યો છે તેમાં હવે અમેરિકામાં ઈસ્લામ વિરોધી જુવાળ પણ સર્જાયો છે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક મનાતા રીપબ્લીકન પક્ષના નેતા વેંટેલીના ગોમેઝએ બ્રિટનમાં ટોમી રોબીન્સનની ઈમીગ્રેશન વિરોધી રેલીને સંબોધીત કરી હતી. તે સમયે તેઓએ ઈસ્લામ અને મુસલમાનોને અમેરિકા અને યુરોપ માટે સૌથી મોટો ખતરો દર્શાવતા તેમને પરત મુસ્લીમ દેશોમાં પરત મોકલવા માંગણી કરી હતી.
તેમણે આ રેલીમાં મુસ્લીમો સામે ભારે ઝેર ઓકયુ હતું. એક પોસ્ટમાં ગામેઝે કહ્યું કે અમો અમેરિકા અને યુરોપમાંથી ઈસ્લામને ખત્મ કરી દેશું. અગાઉ તે કુરાન સળગાવવાના વિવાદમાં પણ સપડાઈ હતી.
તેણે શેર કરેલા એક વિડીયોમાં બ્રિટનના વડાપ્રધાન કિમ સ્ટાર્મરને પીડોફાઈલ એટલે કે બાળકીઓનું જાતિય શોષણ કરનારના સૌથી મોટા સંરક્ષક ગણાવ્યો હતો તેમનો ઈશારો એ ભણી હતો કે ભૂતકાળમાં સ્ટાર્મર જયારે બ્રિટનના ચીફ પ્રોસીકયુટર હતા.
તે સમયે તેઓએ પાકિસ્તાની મુસ્લીમ પુરુષો દ્વારા સગીર બાળકીઓ પરના જાતીય દુષ્કર્મને દબાવવાની કોશીશ કરી હતી. ગામેઝે હવે નહી તો કદી નહી નો નારો આપ્યો હતો.
બ્રિટનમાં તેણે રેલીને સંબોધન કરતા કહ્યું કે બ્રિટનમાં જો મુસ્લીમો કબ્જો કરી લેશે તો તતમારા મહિલાઓ સાથે દુષ્કર્મ જ કરશે તેવું નથી પણ તમારા બાળકોના માથા પણ કાપી નાખશે. તેઓએ તા.7 ઓકટો.નાં જે રીતે હમાસ દ્વારા કત્લેઆમ ચલાવાઈ તેનું દ્રષ્ટાંત આપ્યું હતું. તેમણે બ્રિટનમાં નવા વડાપ્રધાનની જરૂરીયાત દર્શાવી હતી.