Washington,તા.09
ટેરિફ મુદે ભારત અને અમેરિકા વચ્ચેના તનાવમાં એક તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા સમાધાનના સૂર સામે વાતચીત કરે છે પણ તેમના વ્યાપાર સલાહકાર પીટર નવારો સતત ભારત સામે આક્રમક બનીને તેમની વાણીની મર્યાદા પણ ચૂકી રહ્યા છે.
તેઓએ રશિયન ક્રુડતેલનો ધંધો કરી ભારતના બ્રાહ્મણો કમાણી કરી રહ્યા છે તેવો આક્ષેપ કર્યા બાદ હવે રશિયન ક્રુડતેલમાંથી ભારતની પેટ્રોલ-ડિઝલ નિકાસની કમાણીને બ્લડ મની લોહીથી રંગાયેલી કમાણી દર્શાવી હતી.
તેઓએ સોશ્યલ મીડીયા હેન્ડલ પર ભારત પર યુક્રેનના લોકોના લોહીથી ખરડાયેલી કમાણી કરવાનો આક્ષેપ કર્યો હતો અને ફરી એક વખત આક્ષેપ કર્યોકે યુક્રેન યુદ્ધ પુર્વે તો ભારત કદી આટલી માત્રામાં રશિયન ક્રુડતેલ ખરીદી કરતું હતું.
જો કે એલન મસ્કની માલીકીના એકસ પ્લેટફોર્મ ટ્રમ્પના આ સલાહકારની પોષ્ટને હાઈબીક્રિટીકલ એટલે કે દંભી તરીકે ફલેગ કરી હતી. અગાઉ તેઓએ વડાપ્રધાન મોદી માટે પણ ખોટા શબ્દનો ઉપયોગ કર્યો હતો.
જો કે તેઓ સતત એ નજર અંદાજ કરી રહ્યા છે કે ભારત કરતા રશિયન ક્રુડતેલ ખરીદીમાં ચીન પ્રથમ નંબરે છે અને યુરોપીયન દેશો પણ રશિયા પાસેથી ગેસ ખરીદે છે છતાં તેઓ અવારનવાર લવારા કરી ભારતને ટાર્ગેટ કરી રહ્યા છે. ખુદ અમેરિકા પણ રશિયા પાસેથી અબજો ટન ખાતર અને રસાયણ ખરીદે છે જેને તેઓ નજર અંદાજ કરે છે.

