Rajkot, તા.11
રાજકોટ ઈન્ડસ્ટ્રીનું હબ બની ગયું છે. નાની મોટી કરીને રાજકોટમાં 5000થી વધુ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. સોના-ચાંદી હોય કે ઈટિશન અહીં મેન્યુફેકચરીંગ થયેલ વસ્તુઓ અન્ય રાજયોમાં અને દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
આ ઉપરાંત કેટલાક રો-મટીરીયલની અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. રાજકોટમાં મોટાભાગે પ્લાસ્ટીક, જીનીંગ, બેરીંગ, સ્કેપ, સ્પીનીંગ, કાસ્ટીંગ, એગ્રીકલ્ચર, સ્ટીલ સહિતની અઢળક ઈન્ડસ્ટ્રીઝ આવેલ છે.
તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ વોર લાદવામાં આવ્યો. એકાએક લગાવેલ જંગી ટેરિફ વોરના કારણે ઉદ્યોગ પર અસર થવા લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ થી 18 ટકા માલ અમેરિકામા એક્સપોર્ટ થાય છે.
આથી કહી શકાય કે અમેરિકાના ઉદ્યોગકારો પોતાના માલ માટે રાજકોટના ઉદ્યોગકારો પર નિર્ભર છે.ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ વોર થી સૌથી વધુ અમેરિકાના ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. તમામ પ્રોડક્ટ ના હવે તેઓએ 5 ઘણી કિંમત ચૂકવવી પડશે.હાલ તેઓએ રાજકોટ થી જતો માલ હોલ્ડ પર રાખ્યો છે.
રાજકોટની ઈન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન બંધ કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટના ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર રાજકોટના ઉદ્યોગને આંશિક અસર પડશે હાલ વેપારીઓ એક મહિના સુધી ‘વેઈટ એન્ડ વોચ’ ના મૂડમાં છે.
રાજકોટમાં જીઆઈડીસી મેટોડા, લોધીકા ઈન્ડસ્ટ્રી, શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રી, હડમતાળા ઈન્ડસ્ટ્રી, ખીરસરા ઈન્ડસ્ટ્રી, સહિતની જગ્યાઓએ હજારો નાની મોટી ઈન્ડસ્ટ્રી આવેલી છે.
રાજકોટ થી ઓટોમોબાઈલ, એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઈલ ની મશીનરી અને તેના સ્પેર પાર્ટસ એક્સપોર્ટ થાય છે. અંદાજે અમેરિકામાં રાજકોટ થી 18 ટકા માલ જાય છે. અને 100 કરોડ થી વધુનો એક્સપોર્ટનો ધંધો છે. છેલ્લા 4 દિવસ પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું છે.
અન્ય ઉદ્યોગસાહસિકોના મતે, ટ્રમ્પની નીતિ અમલમાં આવે ત્યારે ભારત-અમેરિકા વચ્ચે નિકાસ માટેનો ખર્ચ વધે તેવી શક્યતા હોવાથી, તેટલાં પ્રમાણમાં ઓર્ડરો યુરોપ કે અન્ય એશિયન દેશોમાં શિફ્ટ થઈ શકે છે.
ઉદ્યોગકારોનું કહેવું છે કે આ અસર ખૂબ ટૂંકા ગાળાની છે. ભૂતકાળમાં પણ ઉદ્યોગકારોએ આ સમસ્યાનો સામનો કર્યો છે આથી ઉદ્યોગકારો એક મહિના સુધી ’વેઈટ એન્ડ વોચ’ કરશે. આગામી સમયમાં જો નિર્ણય માં ફેરફાર થશે તો પ્રોડક્શન શરૂ થશે.
રાજકોટથી માત્ર અમેરિકામાં નહીં પરંતુ અન્ય દેશો લેટિન અમેરિકા, ગલ્ફના દેશો અને યુરોપમાં પણ પ્રોડક્ટ જાય છે. આથી માત્ર અમેરિકા જતું પ્રોડક્શન અટક્યુ છે.