Mumbai,તા.15
તૃપ્તિ ડિમરીએ પોતાની હેર સ્ટાઈલ બદલી છે. હાલમાં તે નવા લૂકમાં જોવા મળી હતી. પ્રભાસ સાથેની ‘સ્પિરિટ’ ફિલ્મનું ટૂંક સમયમાં શૂૂટિંગ શરુ થવાનું છે. તેના માટે તૃપ્તિએ આ લૂક બદલ્યો હોવાની ચર્ચા છે. તેનો આ નવો લૂક વાયરલ પણ બન્યો છે. ચાહકોએ તેના નવા લૂકના વખાણ કર્યાં છે.
સંદિપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ ફિલ્મમાં મૂળ દીપિકા પદુકોણ સાઈન થઈ હતી. જોકે, શૂટિંગના કલાકો બાબતે માથાકૂટ થતાં દીપિકાએ આ ફિલ્મ છોડી દીધી હતી. તે પછી ફિલ્મમાં તૃપ્તિની એન્ટ્રી થઈ છે. તૃપ્તિને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ દ્વારા જ પ્રસિદ્ધિ મળી હતી. આથી, તૃપ્તિએ સંદીપ રેડ્ડી વાંગાની ઓફર તરત જ સ્વીકારી લીધી હતી.