Mumbai,તા.28
તૃપ્તિ ડિમરી અને બિઝનેસમેન સેમ મર્ચન્ટનો રોમાન્સ હાલ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં તૃપ્તિ ડિમરી ફોરેનમાં તેનાં ફિલ્મનાં શૂટિંગમાં પણ બોય ફ્રેન્ડ સાથે પહોંચી હતી.
તૃપ્તિ સ્પેનમાં વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘રોમિયો’નાં શૂટિંગ માટે ગઈ હતી. આ દરમિયાન સેમ પણ તેની સાથે જોવા મળ્યો હતો. બંનેની સોશિયલ મીડિયા તસવીરો પરથી તેઓ સાથે હોવાનું સ્પષ્ટ થયું હતું. ‘રોમિયો’ ફિલ્મમાં તૃપ્તિનો હીરો શાહિદ કપૂર છે.
તૃપ્તિ અને સેમ છેલ્લા કેટલાય સમયથી દેશ અને વિદેશમાં સાથે સાથે ટ્રીપ કરી રહ્યાં છે. જોકે, બંનેએ હજુ સુધી તેમના સંબંધો ઓફિશિયલ કર્યા નથી. બંને એકબીજાના પરિવારજનો સાથે પણ કેટલાંક પ્રસંગોમાં દેખાયાં છે. તે પરથી તેમના સંબંધો બંનેના પરિવારે પણ સ્વીકારી લીધા હોવાનું મનાય છે.