સંખ્યાબંધ લોકોએ તેમની જોડીને પસંદ કરી છે. જોકે, કેટલાક લોકોએ તૃપ્તિને તેના ડાન્સ સ્ટેપ્સ માટે ટ્રોલ પણ કરી છે
Mumbai, તા.૧૭
તૃપ્તિ ડિમરીનો હૃતિક રોશન સાથેનો એક ડાન્સ વિડીયો વાયરલ થયો છે. આ ડાન્સ વિડીયો કોઈ એડ કોલબરેશન માટે હોવાની ચર્ચા છે. જોકે, કેટલાક લોકોએ આશા વ્યક્ત કરી છે કે તૃપ્તિ અને હૃતિકની જોડી ફિલ્મમાં પણ જોવા મળે. સંખ્યાબંધ લોકોએ તેમની જોડીને પસંદ કરી છે. જોકે, કેટલાક લોકોએ તૃપ્તિને તેના ડાન્સ સ્ટેપ્સ માટે ટ્રોલ પણ કરી છે. કેટલાક ચાહકોએ કોમેન્ટ કરી હતી કે ઈન્ડસ્ટ્રીમાં આટલું મોટું નામ બન્યા પછી તૃપ્તિએ તેની ડાન્સ સ્કિલ્સને પરફેક્ટ કરવાની જરુર છે. ખાસ કરીને હૃતિક જેવા નેચરલ ડાન્સર સાથે ડાન્સ કરતી વખતે તેણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ.