California તા. 30
રશિયામાં આવેલા ભૂકંપની અસર હવે અમેરિકા પહોંચી છે અને આ તીવ્ર ભુકંપના કારણે કેલિફોર્નિયામાં પણ સુનામીની અસર દેખાવા લાગી છે અને દરિયામાં મોજા લગભગ 1.6 ફુટ સુધી ઉછળવાનું શરૂ થઇ ગયું છે.
જેના કારણે આસપાસના લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે અને દરિયા કિનારે કોઇ પણ વ્યકિતને ન જવા આદેશ આપવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ આ સુનામીની અસર આગામી ર4 કલાક સુધી રહેશે.
જોકે હવાઇમાં અગાઉ જે લોકોને સમુદ્ર કિનારેથી દુર ખસેડાયા હતા ત્યાં સબ સલામતના સંદેશ મળતા ફરી સામાન્ય રીતે જનજીવન શરૂ થઇ ગયું છે. જયારે આ સુનામી અત્યંત ગંભીર ન હોય તેવા સંકેત છે.