New Delhi,તા.7
રાષ્ટ્રીય સેવક સંઘ-આરએસએસ આવતા મહિને પોતાનો શતાબ્દી સમારોહ ઉજવવા જઈ રહયો છે. 27 સપ્ટેમ્બર 2025 ના દિવસે આરએસએસનાં અસ્તિત્વને 100 વર્ષ પુરા થશે.
આ ખાસ અવસરે આરએસએસ ભવ્ય આયોજનની તૈયારી કરી રહ્યું છે. જેમાં દેશ-વિદેશના અનેક લોકોને આમંત્રીત કરવામાં આવશે. જોકે, આરએસએસનાં ગેસ્ટ લીસ્ટમાં પાકિસ્તાન, તુર્કીયે અને બાંગ્લાદેશની બાદબાકી કરી નાખવામાં આવી છે. આ દેશોને નહીં બોલાવવામાં આવે.
26 ઓગસ્ટ 2025 ના સર સંઘ સંચાલક મોહન ભાગવત નવી દિલ્હીમાં ત્રણ દિવસીય બેઠક કરશે આ બેઠકમાં શતાબ્દી સમારોહની તૈયારીઓ સહિત ગેસ્ટ લીસ્ટ પર સમીક્ષા થશે.જાણકારી મુજબ પછાત વર્ગનાં પ્રતિનિધિ સહિત રમત જગતની અનેક પ્રસિધ્ધ હસ્તીઓ પણ આ સમારોહમાં સામેલ થશે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દિલ્હી ઉપરાંત કોલકાતા, બેંગ્લુરૂ,અને મુંબઈમાં પણ કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. આરએસએસના પાંચ સંકલ્પ જાહેર કરાયા છે., જેમાં સામાજીક સમરસતા કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી આચરણ અને નાગરીક કર્તવ્યનો સમાવેશ થાય છે.