ટીવીની દુનિયામાં આવતા પહેલા આશિષ કપૂરે ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે પણ કામ કર્યું હતું
Mumbai, તા.૫
પોપ્યુલર ટીવી અભિનેતા આશિષ કપૂર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે, જેનાથી ચાહકો ચોંકી ગયા છે. અભિનેતાની પુણે પોલીસે ધરપકડ કરી લીધી છે. પીડિતાએ ઓગસ્ટમાં દિલ્હીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન આશિષ કપૂર પર બાથરૂમમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આશિષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આશિષ કપૂર ટીવી જગતનો એક જાણીતો ચહેરો છે. ટીવી ઉપરાંત તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે અને તેની સારી ફેન ફોલોઈંગ છે. જોકે, હવે આ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.આશિષ કપૂર ‘સરસ્વતીચંદ્ર’, ‘લવ મેરેજ યા અરેન્જ્ડ મેરેજ’, ‘ચાંદ છુપા બાદલ મેં’, ‘શ્શ્શ… ફિર કોઈ હૈ’, ‘સસુરાલ સિમર કા ૨’, ‘સાત ફેરે-સલોની કા સફર’, ‘દેખા એક મો ખ્વાબ’, ‘મોલક્કી રિશ્તો કી અગ્નિપરીક્ષા’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘વો અપના સા’ અને ‘બંદિની’ જેવા ટીવી શોમાં નજર આવી ચૂક્યો છે. તેણે ‘ટેબલ નંબર ૨૧’ અને ‘કુર્બાન’ જેવી ફિલ્મો પણ કામ કર્યું છે. આશિષને ટીવી શો ‘દેખા એક ખ્વાબ’માં ઉદયવીર સિંહના પાત્રથી લોકપ્રિયતા મળી હતી.ટીવીની દુનિયામાં આવતા પહેલા આશિષ કપૂરે ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકે પણ કામ કર્યું હતું. તેણે ટીવી શો ‘શ્શ્શ…કોઈ હૈ’ થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આશિષ કપૂર પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે. તે પહેલા કો-સ્ટાર પ્રિયલ ગૌરને ડેટ કરી રહ્યો હતો, પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ પછી પણ તેમની મિત્રતા ચાલુ રહી. બાદમાં આશિષે અલ્બેનિયન મોડેલ ઈલ્ડા ક્રોનીને ડેટ કરી. આ સંબંધ પણ તૂટી ગયો.આશિષ કપૂરે એપ્રિલ ૨૦૨૧માં ટીવી પ્રોડ્યૂસર પર્લ ગ્રે સાથે સગાઈ કરી હતી. બંનેએ મેચિંગ ટેટૂ પણ બનાવ્યા હતા. પર્લ ગ્રે અને આશિષની મુલાકાત ટીવી શો ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા ૨’ ના સેટ પર થઈ હતી. જોકે, માત્ર એક જ વર્ષમાં તેમની સગાઈ તૂટી ગઈ. આશિષ કપૂર લાંબા સમયથી ટીવી અને ફિલ્મોની દુનિયાથી દૂર હતો અને હવે તે દુષ્કર્મના કેસમાં ફસાઈ ગયો છે.