Hyderabad,તા.28
રામ ચરણ અને ઉપાસનાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. આ સમાચાર સાંભળીને દરેક જણ ખૂબ જ ખુશ થઈ ગયા. જો કે, જ્યારે આ સમાચાર વાયરલ થવા લાગ્યા ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ વખતે ઉપાસના ટ્વિન્સ બાળકો સાથે ગર્ભવતી છે.
એટલે કે બંનેને 2 બાળકો થવા જઈ રહ્યાં છે. હવે આ સમાચારની પુષ્ટિ થઈ છે. રામ ચરણની ટીમે આ વાતની પુષ્ટિ કરી છે. આ સિવાય ઉપાસનાની માતાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની પુષ્ટિ કરી છે.
રામની ટીમે પુષ્ટિ કરી
રામની ટીમે કહ્યું કે આ કપલ હવે જોડિયા બાળકોની સાથે પરિવારમાં 2 નવા સભ્યોને લાવવા જઈ રહ્યું છે.
ઉપાસનાની માતાએ પણ કહ્યું કે 2 બાળકો આવશે
તે જ સમયે, ઉપાસનાની માતાએ લખ્યું, “આ વખતે દિવાળી પર ડબલ ખુશીઓ લઈને આવી છે કારણ કે હું અને અનિલ આવતાં વર્ષે રામ અને ઉપાસનાના જોડિયા બાળકોનું સ્વાગત કરવા જઈ રહ્યાં છીએ. ટૂંક સમયમાં હું 5 બાળકોની દાદી બનીશ.
તે જ સમયે, ઉપાસનાએ તેના બેબી શાવરનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘આ દિવાળી પર ડબલ સેલિબે્રશન હશે, જેમાં ડબલ પ્રેમ અને ડબલ આશીર્વાદ હશે. ‘
રામ અને ઉપાસનાએ 2012માં લગ્ન કર્યા હતા. બંનેનાં લગ્ન ખૂબ જ ભવ્ય રહ્યાં હતાં, જેની ચર્ચા લાંબા સમય સુધી ચાલી રહી હતી. આ પછી, વર્ષ 2023 માં, બંને પુત્રીનાં માતાપિતા બન્યાં હતાં.
રામની આવનાર ફિલ્મો
રામના પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો હવે તે ફિલ્મ પેડ્ડીમાં જોવા મળશે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જેમાં તેમની સાથે શિવ રાજકુમાર, જાન્હવી કપૂર, દિવ્યેન્દુ શર્મા અને જગપતિ બાબુ મુખ્ય ભૂમિકામાં છે. પેડ્ડી વર્ષ 2026 માં રિલીઝ થશે અને હિન્દી સહિત ઘણી ભાષાઓમાં ડબ કરવામાં આવશે.

