પોલીસની ગુનેગારો સામે આકરી કાર્યવાહીથી અપરાધીઓમાં ફફડાટ
Rajkot,તા.29
રાજકોટ જામનગર જિલ્લામાં થી હદપાર કરાયેલા બે ઈસમો ને હદપારી ભંગ અંગે ઝડપી પાડી ધોરણ સર ની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ રેન્જ પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવ, ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકર સિંહ એ હદપાર થયેલા ઇસમો ઉપર નજર રાખવાના આદેશોના પગલે જિલ્લાના બે ઇસમો ને હદપારિભંગ સબબ દબોચી લેવાયા હતા જેમાં જેતપુર ના ચારણીયા ગામના સંજય દુદાભાઈ રાઠોડ દેવીપુજક ૪૮ ને રાજકોટ શહેર ગ્રામ્ય જિલ્લામાંથી હરપાલ કરાયો હતો તેને ચારણીયા ગામેથી ઝડપી લે તાલુકા પોલીસને આપી દેવાયો હતો જ્યારે જામકંડોરણા ના ખજુરડા ગામના હદપાર થયેલા રાહુલ મનસુખ વાણવી ૨૭ ને સાપર વેરાવળ માંથી ઝડપી લીધો હતો
આ કામગીરીમાં રાજકોટ એલસીબી ગ્રામ્યના ના પીઆઇ વીવી ઓડેદરા, પીએસઆઇ એચસી ગોહિલ, અને ટીમના રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, વકાર ભાઈ અરબ, શક્તિસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, પ્રકાશભાઈ પરમાર, મેહુલભાઈ સોનરાજ, અનિલભાઈ બડકો દિયા, કૌશિકભાઈ જોશી, અરવિંદ સિંહ જાડેજા, વિજય સિંહ જાડેજા અને અબ્દુલભાઈ શેખ એ જહેમત ઉઠાવી હતી