Una,તા.6
ઊના નાં સૈયદ રાજપરા ગામે સંયુક્ત ટોળકી બનાવી ને ભયંકર ગુન્હા આચરતાં શખ્શો સામે નવાબંદર મરીન પોલીસ પહેલી વખત ભારે પડી હોય તેવો એહસાસ ગુન્હાહિત પ્રવૃતિ આચરતાં શખ્શો ને કરાવતાં ખુન ની કોશિષ નાં ગુન્હા માં બે સંગા ભાઈ ઓ નાં ગુન્હા ની કુંડળી શોધી ને સંગઠીત ગુન્હા ની કલમો હેઠળ અટકાયત કરી હોવાની પોલીસ સુત્રો એ માહિતી આપી હતી
ગત તા.04/ઓગષ્ટ/2025 ના ઊના નાં નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારના તાલુકા નાં સૈયદ રાજપરા ગામે મિત્રની પત્ની અંગે ખરાબ વાતો કરવાના બનાવ માં ઠપકો આપતાં જે બાબતનું મનદુ:ખ રાખી ને બંદર વિસ્તારમાં બોટ નું સુથારી કામ કરતા ગરીબ પરિવાર નાં ભરતભાઈ મંગાભાઈ રાઠોડ ઉપર લોખંડનાપાઇપ તથા લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ઢોર માર મારતા નવાબંદર મરીન પો.સ્ટે. માં ભારતીય ન્યાય સંહિતા -2023ની કલમ-109(1),117(2), 352,54 તથા જી.પી.એકટ ક.135 મુજબનો ગુન્હો પ્રકાશ ઉર્ફે ડાકુ છગન બાંભણીયા તેમજ તેનાં ભાઈ રમેશ છગન બાંભણીયા સામે દાખલ કરાયો હતો.
નવાબંદર મરીન પો.સ્ટે. ના ઇન્ચાર્જ પી.આઇ વી.કે ઝાલા, એ.એસ.આઇ કંચનબેન પરમાર .હેડ કોન્સ કાનજીભાઈ વાણવી, પાંચાભાઈબાંભણીયા , મનુભાઇ સોલંકી સહિત ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા બન્ને માથાભારે શખ્શો ને તાત્કાલીક પકડી પાડમાં હતા.
સૈયદ રાજપરા બંદર વિસ્તારમાં પ્રકાશભાઇ ઉર્ફે ડાકુ છગનભાઇ બાંભણીયા સામે અત્યાર સુધી માં ખુન ની કોશિષ, રાયોટિગ, દારૂની પ્રવૃતિ ,ધાકધમકી , ફેક્ચર કરવા, જીવલેણ હુમલા લુંટ જેવાં ગંભીર પ્રકારના 15 જેટલાં ગુન્હા આચર્યા હોવાનું પોલીસ ને ક્રાઈમ કુંડળી મળી આવી હતી તેમજ તેનાં ભાઈ રમેશ છગનભાઇ સામે છેડતી, મારામારી, ખુન ની કોશિષ ફેક્ચર અને દારૂ જેવી પ્રવૃત્તિઓ અંગે 5 ગુન્હા રેકર્ડ પર નોંધાયા હોવાનું બહાર આવ્યું છે