Morbi,તા.01
માળિયા તાલુકાના અણીયારી ટોલનાકા પાસેથી બોલેરો ગાડીમાં બે અબોલ જીવને ક્રુરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના હેરાફેરી કરનાર બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા માળિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદના સુરવદર ગામના રહેવાસી ઉકાભાઈ છેલાભાઈ ગોલતરે આરોપીઓ તાલબ મીયાભાઈ જત અને રમજાન સફીમામદ જત રહે બંને કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની બોલેરો જીજે ૧૨ બીએક્સ ૭૬૮૯ વાળીમાં ભેંસ જીવ નંગ ૦૨ ક્રુરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ના રાખી હેરાફેરી કરતા મળી આવ્યા હતા પોલીસે બે ભેંસ અને બોલેરો સહીત ૫.૨૦ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે