રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે વિદ્યાર્થી અને ગુંદાવાડીમાં વિડીયો શુટીંગ ના ધંધાથી ક્રિકેટ સટ્ટો રમાડતા પકડાયા
Rajkot,તા.25
શહેર પોલીસ દ્વારા બે સ્થળોએ ક્રિકેટ સટ્ટાનુ નેટવર્ક ઝડપી પાડ્યું છે. જેમાં શહેરના ગુંદાવાડીમાં પીસીબી એ દરોડો પાડી વિડીયો શુટીંગ ના ધંધાથી ને જ્યારે રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી વિદ્યાર્થીને ઝડપી લઇ રૂપિયા ૪૨ હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી આધારિત છે.આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ની સાથે ક્રિકેટ સટોડીયાઓ સક્રિય થઈ મોટી હાર જીતનો જુગાર રમી અને રમાડતા હોવાનું પોલીસને ધ્યાને આવતા જેને કડક હાથે ડાભી દેવા પોલીસ કમિશનર ઝા આપેલી સૂચનાને પગલે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે ગુંદાવાડી શેરી નંબર બારમાં રહેતો ભવ્ય પ્રદીપ બારભાયા નામનો વિડીયો રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચાલતી ટ્વેન્ટી- 20 ક્રિકેટ મેચ પર જુગાર રમાડતો હોવાની પીસીબીના કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ પરમારને મળેલી બાતમીના આધારે ગુંદાવાડી શેરી નંબર 12 માં આવેલ ભરવાડ ચોક દરોડો પાડી ઝડપી લઇ તેના મોબાઈલ અને ચિઠ્ઠીઓ મળી આવતા તેની ધરપકડ કરી રૂપિયા 7000 ની મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ એ.એસ.આઇ હરદેવસિંહ રાઠોડ સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે. જ્યારે કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર આવેલા પુજારા પ્લોટ શેરી નંબર 5 શિવ શક્તિ એપાર્ટમેન્ટમા રહેતો રાહીલ કિશોર સામાણી નામનો વિદ્યાર્થી રીંગ રોડ પર આવેલા ટેલીફોન પાસે જાહેરમાં ipl મેચ પર જુગાર રમી અને રમાડતો હોવાની ડીસીબી ના કોન્સ્ટેબલ કૃપાલસિંહ ઝાલા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રાહીલ સામાણીની અટકાયત કરી તેના કબજામાં રહેલ મોબાઈલમાં ઓનલાઇન જુગાર રમી અને રમાડતો હોવાનું ખુલતા તેની ધરપકડ કરી વધુ તપાસ એ.એસ.આઇ સંજયભાઈ દાફડા સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે