Mithapur, તા. ૨૧
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓનલાઈન છેતરપીંડ કરનાર બે પરપ્રાંતિયોને પોલીસે દબોચી લીધા છે. જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ઉત્તર દિલ્હી અને ગ્વાલિયરથી આ બન્નેને પકડી પાડેલ છે. એક વ્યક્તિના કોઈ ગઠિયાઓએ આધારકાર્ડ નંબર મેળવી રૂા. ૬૬ હજારની છેતરપીંડી કર્યાની ફરિયાદ થઈ હતી.
આ પ્રકરણમાં દિલ્હીના સંજય હીરાલાલ (ઉ.૨૮)ને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીએ છેતરપીંડી કર્યાનું તપાસમાં બહાર આવેલ હતું. જેથી પોલીસે તેની અટકાયત કરી હતી. અન્ય એક છેતરપીંડીમાં દ્વારકાવાસી એક વ્યક્તિને કોઈ વ્યક્તિએ મોબાઈલમાં ફાઈલ મોકલી હતી અને મોબાઈલના એકસેસ લઈ લેવાયા હતા. બાદમાં બેંકમાંથી ૫૦ હજાર ઉપાડીને છેતરપીંડી કરવામાં આવેલી હતી. આ કાંડમાં પોલીસે આરોપીની અટકાયત કરી હતી.