Rajkot,તા.10
ગુજરાત ટાઇટન્સ/રાજસ્થાન રોયલ ની મેચ પર રનફેરનો જુગાર રમતા
શહેર પંથકમાં દારૂ જુગાર સટ્ટા પ્રવૃત્તિ ને કડક હાથે ડામી દેવા શહેર પોલીસે કરડી આંખ કરી બે સ્થળેથી સટ્ટા રેકેટ ઝડપી બે બુકીઓને લોકઅપની હવા ખવડાવી હતી.
ભાંગે પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં સટ્ટા પ્રવૃત્તિ ની બાતમીના પગલે પોલીસે વોચ ગોઠવી પેડક રોડ એસબીઆઇ બેન્ક પાસે રોડ ઉપર આઇકોન એક્સ સીએચ નામની આઈડી માં આઈપીએલ માં ગુજરાત ટાઇટન રાજસ્થાન રોયલ વચ્ચે ચાલતી મેચ પર સટો રમાડતા મહેશ જગદીશભાઈ લીંબાસીયા પટેલ 45 શેરી નંબર 2 વાળાને મોબાઈલ ફોન સાથે ઝડપી લઇ વિજયભાઈ ઉકાભાઇ મેતા હેડ કોન્સ્ટેબલને ફરિયાદ નોંધાવી છે અનેહેડ કોન્સ્ટેબલ કે આર જાડેજાએ તપાસ હાથ ધરી છે આ જ રીતે કોઠારીયા મેન રોડ પર ભક્તિનગર પોલીસે રેડ કરી વેણુ રેસ્ટોરન્ટ સામે ફેમસ વડાપાવ પાસે રોડ ઉપર આઇપીએલ મેચ પર સટો રમાડતા ચિરાગ સુધીર વરુ જાતે કડિયા ૩૨ ગીતા નગર મેન રોલ વાળાને મોબાઈલ ફોન સાથે ઝડપી લઇ ધોરણની કાર્યવાહી હાથ ધરી પીસીબીના કોસ્ટેબલ વાલજીભાઈ જીવાભાઈ જાડા એ ફરિયાદ નોંધાવી હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલાએ તપાસ હાથ ધરીછે