Morbi,તા.26
માળિયા તાલુકાના વાધરવા ગામના પાટિયાથી ભીમસર બ્રીજ જતા રોડ પરથી પોલીસે બે ઇસમોને સ્વીફ્ટ કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લઈને રૂ. ૨.૪૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાધરવા ગામના પાટિયાથી ભીમસર બ્રીજ તરફ જતા હાઈવે રોડ પરથી સ્વીફ્ટ કાર જીજે ૦૩ એફકે ૭૫૨૯ વાળી રોકી તલાશી લેતા કારમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે દેશી દારૂ કીમત રૂ ૪૦,૦૦૦ અને કાર કીમત રૂ ૨ લાખ મળીને કુલ રૂ ૨,૪૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિજય પ્રભુભાઈ રૂદાસીયા અને રાહુલ હરેશભાઈ હમીરપરા રહે બંને ધરમપુર તા. મોરબી વાળાને ઝડપી લીધા છે માલ મોકલનાર આરોપી નવઘણ ઉર્ફે ટકી દેગામાં રહે ચીખલી તા. માળિયા વાળાનું નામ ખુલતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે