Morbi,તા.21
પીપળી ગામની સીમા શિવ પાર્ક સોસાયટી સામેથી કારમાં ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલ સાથે બે આરોપીને ઝડપી લઈને પોલીસે દારૂ, મોબાઈલ અને કાર સહીત કુલ રૂ ૩.૭૨ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં શિવ પાર્ક સોસાયટી સામે રોડ પરથી કાર જીજે ૦૫ સીપી ૧૭૩૪ વાળી શંકાસ્પદ લાગતા તલાશી લેતા દારૂની ૪૮ બોટલ કીમત રૂ ૬૨,૪૦૦ મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ અને કાર કીમત રૂ 3 લાખ મળીને કુલ રૂ ૩,૭૨,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો રૂગનાથ એરણીયા અને દર્શન ઉર્ફે કાળો કનું વરાણીયા રહે બંને શિવપાર્ક પીપળી તા. મોરબી વાલાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે