Morbi, તા.06
ઉંચી માંડલ ગામ નજીકથી ઇકો કારમાં દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ અને ઇકો સહીત કુલ રૂ ૩.૪૮ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી હળવદ રોડ પર ઉંચી માંડલ ગામની સીમમાંથી ઇકો કાર શંકાસ્પદ લાગતા આંતરી લીધી હતી જે કારની તલાશી લેતા દારૂની બોટલ નંગ ૭૨ કીમત રૂ ૪૮,૭૯૪ નો જથ્થો મળી આવતા ઇકો કાર અને દારૂ સહીત કુલ રૂ ૩,૪૮,૭૯૪ નો મુદામાલ કબજે લઈને આરોપી અલ્તાફ ઉર્ફ લાલો મુબારક હિંગોરજાને ઝડપી લીધો હતો અન્ય આરોપી સંદીપ બેચર ચાઉંનું નામ ખુલતા તેને પણ પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે