Morbi તા.8
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામની સીમમાં કારખાના પાસેથી પસાર થતી ઇકો કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને પોલીસે 1,23,600 ની કિંમતનો કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને આરોપીઓને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં પેગવીન સીરામીક કારખાના સામેથી ઇકો ગાડી નંબર જીજે 3 એબી 5943 પસાર થઈ હતી જેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને કારને ચેક કરવામાં આવી ત્યારે તેમાંથી દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે 23,600 ની કિંમતની દારૂની બોટલો તથા 1 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 1,23,600 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી ચીકાભાઇ છનાભાઇ વાટુકિયા રહે. દિગસર તાલુકો મુળી તથા આશિષકુમાર હિંમતલાલ પુજારા રહે. આસુન્દ્ર તાલુકો મુળી વાળાની ધરપકડ કરી હતી અને તે બંનેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેમૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકામાં રહેતો કરણ ભીલ (17) નામનો કિશોર માણેકવાડા ગામ પાસેથી બાઈકમાં જઈ રહેલ હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ કિશોરને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતો ઈશ્વર અમરશીભાઈ કુંભાર (40) નામનો યુવાન લાલપર ગામ નજીક હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છેમોરબીના નવલખી રોડ ઉપર રહેતા જયંતભાઈ શાંતિભાઈ પંડ્યા (63) નામના વૃદ્ધને ગોરખજડિયા ફાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

