Jamnagar,તા ૨૬,
જામનગરમાં રણજીતસાગર રોડ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન બાઈક પર નીકળેલા વિરલ અમરશીભાઈ નકુમ તેમજ ૧૭ વર્ષના એક ટાબરીયા ને પોલીસે આંતરીને તેઓની તલાસી લેતાં બંને પાસેથી ત્રણ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી મળી આવી હોવાથી પોલીસે ઇંગ્લિશ દારૂ કબ્જે કર્યો છે, અને બંને સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
જામનગર તાલુકાના સિક્કામાં એક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી માંગરોળના વતની ખુમાનસિંહ જીવણજી ચુડાસમા પાસેથી ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે, અને તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.