Morbi,તા.15
વીરવિદરકા ગામે તળાવના કાંઠે રેડ કરી એલસીબી ટીમે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી સ્થળ પરથી રૂ ૩૦,૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી બે ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના વીરવિદરકા ગામે તળાવના કાંઠે શક્તિમાં મંદિર પાસે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે ઠંડો આથો ૮૦૦ લીટર કીમત રૂ ૨૦,૦૦૦ અને આથો બનાવવા રાખેલ અખાદ્ય ગોળના ડબા નંગ ૧૬ કીમત રૂ ૧૦,૦૦૦ મળીને કુલ રૂ ૩૦ હજારનો જથ્થો કબજે લઈને આરોપી અલ્તાફ હશન સધવાણી અને મકબુલ ગફુર સામતાણી રહે બંને વીરવિદરકા વાળાને ઝડપી લઈને માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે