Morbi,તા.11
પીપળી ગામ નજીક કાચા રસ્તા પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા અન્ય બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે પીપળી ગામ પાસે કાચા રસ્તેથી આરોપી ઇમ્તિયાજ મુસ્તુફા સિપાઈ અને ધ્રુવ કાન્તિલાલ ફૂલતરીયા એમ બે ઇસમોને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ અને બીયરના ૭૦ ટીન સહીત કુલ રૂ ૩૭,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપી જનકસિંહ ઝાલા રહે રંગપર તા. મોરબી અને રાજસ્થાની ડ્રાઈવરના મોબાઈલ નંબર ખુલતા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે