Upleta. તા.13
ઉપલેટાના ગાંધીચોકમાંથી દારૂ ભરેલ કાર સાથે બે બુટલેગરમેં રૂરલ એલસીબીની ટીમે પકડી પાડી દારૂ, કાર સહિત રૂ.4.49 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. મધ્યપ્રદેશથી દારૂ લઈ આવી વેંચાણ કરવાના હતાં.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારના કેશો શોધી કાઢવાની આપેલ સુચનાથી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ અને આર.વી.ભીમાણી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા અને હરેશભાઈ પરમારને ઉપલેટાના ગાંધીચોક પાસે એક દારૂ ભરેલ કાર ઉભી હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી કારમાં રહેલ બે શખ્સોને નીચે ઉતારી તેનું નામ પૂછતાં ઈમરાન ઈકબાલ લાખાણી (રહે. જેતપુર નવાગઢ ગેસ ગોડાઉન પાસે) અને તેની સાથેનાએ નવાજ આસીફ કુરેશી (રહે. સ્મશાન રોડ રસુલપરા ઉપલેટા) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કારમાંથી વિદેશી દારૂની 470 બોટલ રૂ.1.29 લાખ અને કાર, મોબાઈલ મળી કુલ રૂ.4.49 લાખનો મુદામાલ કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, બંને શખ્સો મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લઈ આવી છૂટકમાં વેંચાણ કરે તે પહેલાં જ એલસીબીની ટીમે દબોચી લઈ કાર્યવાહી કરી હતી.

