Morbi.તા.30
વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર કારખાનેથી બે ભાઈઓ બાઈક પર જતા હતા ત્યારે ડમ્પર ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક ચાલક યુવાનને ઈજા પહોંચાડી તેમજ પાછળ બેસેલ યુવાનને ગંભીર ઈજા પહોંચાડી ડમ્પર ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
સાયલા તાલુકાના વતની અને હાલ વાંકાનેરમાં ભાડે મકાન રાખી સિરામિકમાં કામ કરતા નીલેશ પોપટભાઈ ભામાણીએ ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮-૦૫ ના રોજ ફરિયાદી અને તેના ભાઈ લાખાભાઈ એમ્બીટો સિરામિકમાં કામ પૂરું કરીને બાઈક જીજે ૦૩ કેએન ૪૨૯૯ લઈને ઘરે જતા હતા ત્યારે રાતાવીરડા રોડ પર ગોલાઈ પાસે સામેથી આવતા ડમ્પર જીજે ૦૩ બીટી ૦૪૮૯ ના ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી નીલેશભાઈને પગમાં અને ખભામાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી તેમજ પાછળ બેઠેલા લાખાભાઈને માથામાં અને પેટના તેમજ ગુપ્ત ભાગે ગંભીર ઈજા કરી ડમ્પર મૂકી નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે