કાસીયા નેસ પાસે અજાણ્યા પુરુષના આપઘાત પ્રકરણે પોલીસે તપાસ આદરી
Junagadhતા. ૮
વિસાવદરના કાસીયા નેસ રેલ્વે ટ્રેકથી અંદરના ભાગે કોઇ અજાણ્યા પુરૂષ ઉ.વ.આશરે ૪૦ વર્ષ વાળા એ કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ગળાફાસો ખાય મરણ ગયા હોવાની વિસાવદર પોલીસમાં અમોત નોંધ થતાં, પોલીસે મૃતદેહનો કબજો લઈ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, આ અજાણ્યો પુરુષ કોણ છે ? ક્યાંનો રહેવાસી છે ? અને કયા કારણોસર આપઘાત કર્યો ? તે સહિતની વિવિધ બાબતે તપાસ હાથ ધરી છે.
જ્યારે આપઘાતનો બીજો બનાવ તાલુકા પોલીસમાં નોંધાયો છે, જેમાં જુનાગઢ તાલુકાના પાદરીયા ગામે રહેતા મેરખીભાઇ પોલાભાઇ ગોઢાણીયા (ઉ.વ ૩૪) કોઇ પણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળો ફાસો ખાઇ જતા મરણ ગયા હોવાની તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, આપઘાત પ્રકરણની તપાસ હાથ ધરી છે.