Una, તા.5
ઉનાનાં સૈયદ રાજપરા ગામે મિત્રની પત્નિ અંગેનાં આડાસંબંધની વાતો કરતાં એક યુવાનને બે સગા ભાઇઓએ મળીને લોખંડનાં પાઈપનાં ધા માથાં પર મારતા લોહીલુહાણ હાલતમાં ઉના હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ એટલો ગંભીર જીવલેણ હુમલામાં યુવક ને 24 જેટલાં તબીબ એ માથાનાં ભાગે ટાંકા લઇ જીવ બચાવ્યો હતો પરંતુ વધું સારવાર અર્થે બહાર ખસેડવામાં આવ્યો છે.
નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું સૈયદ રાજપરા બંદર ની બનેલી ધટના ની પોલીસ સુત્રો એ આપેલી માહિતી અનુસાર સૈયદ રાજપરા ગામે રહેતા ભરતભાઇ મંગાભાઈ રાઠોડ એ પોલીસ માં તેજ ગામ ના પ્રકાશ છગન બાંભણીયા તેમજ રમેશ છગન બાંભણીયા વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર પ્રકાશ નાં મિત્ર અનિલ ની પત્નિ વિશે અફેર હોવાની વાતો પ્રકાશ ફેલાવતો હોય તે વાત ભરતભાઈ મંગાભાઈ રાઠોડ એ અનિલ ને કહેતા તે બાબતે મનદુ:ખ રાખી ઉશ્કેરાઈ જઈ પ્રકાશ છગન બાંભણીયા તેમજ તેના ભાઈ રમેશ બાંભણીયા એ મળી ને લોખંડ નાં પાઈપ વડે ભરતભાઈ ઉપર જીવલેણ હુમલો કરી માથાનાં ભાગે પાઈપનાં ધા મારતાં 24 જેટલાં ટાંકા તેમજ ધોકા વડે ઢોરમાર માર્યો હોવાથી ફેક્ચર કરતાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરાયા બાદ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન માં ઉપરોક્ત બન્ને ભાઈઓ વિરુદ્ધ હાફ મર્ડર નો ગુન્હો નોંધી બન્ને શખ્શો ની ઈનચાર્જ પીઆઈ વી.કે.ઝાલા એ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.