હ્યુમન રિસોર્સ અને ટેકનોલોજી નો ઉપયોગ ગુનેગારોને પડે છે, ભારે
Rajkot,તા.20
શહેરમા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મિલકત સંબંધી ગુના અટકાવવા અને જુના ગુના ડિટેક્ટ કરવ ગુનાખોરી કરી નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે થોરાળા પોલીસ સ્ટેશન સ્ટાફે હ્યુમન સોસીસ ના માધ્યમથી પ્રભાસ પાટણ ના ચીલ ઝડપ અને થોરાળા મોટરસાયકલ ચોરી નો ભેદ ઉકેલી યુવક ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો..થોરાળા પીઆઇ એનજી વાઘેલા ના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રાજેશભાઈ મેર, જયદીપસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે ચુનારવાળા શેરી નંબર એક આજી નદીના કાંઠે થી લખનભાઈ બચુભાઈ માલાણી ૩૨ ચુનારા વાળ ને મોટરસાયકલ સાથે ઝડપી તપાસ કરતા મોટરસાયકલ થોરાળા થી ચોરાયેલ જી જે ૩૬પી૪૩૭૨ હોવાનું ડિટેક્ટ થયું હતું અને અંગ ધરતીમાં તેની પાસેથી પ્રભાસ પાટણમાંથી ચીલ ઝડપ થયેલ ૨૧ વજનનો ૮૫૦૦૦ સોનાનો ચેન મળી આવ્યો હતો તેની પાસેથી હકીકત થોરાળા પોલીસ સ્ટેશનની વાહન ચોરી અને પ્રભાસ પાટણના ચીલઝડપ ગુનો ડિટેક્ટ કર્યો હતો પકડાયેલ લખન બચુભાઈ મલાણી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનના ચોરી મારામારી લૂટ ધાક ધમકી સહિત અનેક ગુનાઓ મળી કુલ ૩૩જેટલા ગુનાઓ નોંધાયા છે
આ કુખ્યાત શખ્સને ઝડપી લેવામાં થોરાળા પી.આઈ એનજી વાઘેલા, પીએસઆઇ એમ એસ મહેશ્વરી, અને ટીમના દેવશીભાઈ ખાંભલા, રાજેશભાઈ મેર, જયદીપસિંહ જાડેજા, હસમુખભાઈ નીનામા, પ્રકાશભાઈ ચાવડા, અને રાકેશભાઈ બાલાસરા એ કામગીરી કરી હતી