Srinagarતા.7
જમ્મુ-કાશ્મીરમાં આજે નોંધાયેલા એક અકસ્માતમાં સીઆરપીએફનું વાન ખીણમાં ગબડી પડતા બે જવાનોના મૃત્યુ થયા છે. જયારે 12થી વધુ ઘાયલ થયા છે.
આ અકસ્માત રાજયના ઉધમપુર જીલ્લામાં કંડવા નજીક થયો હતો. જેમાં બચાવ કામગીરી ચાલુ છે. કુલ 33 જવાનોને લઈ જતી સીઆરપીએફની બસ ડ્રાઈવરે કાબુ ગુમાવતા એક ખીણમાં જઈ પડી હતી.જેમાં બે જવાનોના સ્થળ પર જ મૃત્યુ થયા હતા જયારે અન્ય ઘાયલ થયા છે.