તા. ૮ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોલ અને તા. ૯ નવેમ્બરએ આત્મિય કોલેજ કોન્ફરન્સ હોલ ખાતે વકીલોને કાયદાના તજજ્ઞઓ આપશે માર્ગદર્શન
 સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ શાહ, પૂર્વ કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, જસ્ટિસ ઠાકર, હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ વોરા અને સુપ્રીમ અને હાઇકોર્ટના પ્રખર ધારાશાસ્ત્રીઓ રહેશે ઉપસ્થિત
Rajkot,તા.31
રાજકોટ બાર એશોસિએશન દ્વારા અલગ અલગ કાયદાઓના વિષય ઉપર બે દિવસીય નેશનલ લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. સ્થળ તા. ૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૯થી સાંજે ૫ સુધી કાલાવડ રોડ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હોલ અને તા. ૯ નવેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૯થી સાંજે ૫ સુધી કાલાવડ રોડ, આત્મિય કોલેજ કોન્ફરન્સ હોલ ખાતે યોજાનાર બે દિવસના આ સેમિનારમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એમ. આર. શાહ, ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ એસ. એચ. વોરા, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ. જે. ઠાકર, સિનિયર ધારાશાસ્ત્રી અને રાજ્યના પૂર્વ કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રીઓ જુદા જુદા વિષયો ઉપર વકીલોને માર્ગદર્શન આપશે.
 જેમાં ક્રિમિનલ ટ્રાયલ અંગે રાજેન્દ્રભાઈ ત્રિવેદી , સિવિલ પ્લીડિંગ અંગે મેહુલભાઈ શાહ (સિનિયર કાઉન્સિલ, હાઇકોર્ટ )આર્બિટ્રેશન એન્ડ કન્સિલેશન એક્ટ અંગે નવિનભાઈ પાહવા (સિનિયર કાઉન્સિલ – સુપ્રીમ કોર્ટ), હિંદુ સક્શેસન એક્ટ અંગે ઉદયનભાઈ વ્યાસ (સીનીયર કાઉન્સિલ – હાઈકોર્ટ), સી.પી.સી. ઓર્ડર – 7 રૂલ્સ-11 અંગે અમરભાઈ ભટ્ટ (સીનીયર કાઉન્સિલ – ગુજરાત હાઈકોર્ટ), ધ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ અંગે એમ. આર. શાહ (નિવૃત્ત જસ્ટીસ સુપ્રીમ કોર્ટ), ફ્રેમીંગ ઓફ ઇસ્યુ એન્ડ એવીડન્સ અંગે એસ. જે. ઠાકર (જસ્ટીસ ગુજરાત હાઈકોર્ટ), હેરશીપ, પ્રોબેટ એન્ડ લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન અંગે અસિમભાઈ પંડયા (સીનીયર કાઉન્સિલ , હાઈકોર્ટ), આર્ટ ઓફ એડવોકેસી ફોર રીડ્યુસ લીટીગેશન બાય લીગલ વે અંગે એસ. એચ. વોરા (નિવૃત્ત જસ્ટીસ ગુજરાત હાઈકોર્ટ), ધ ડીજિટલ એડવોકેટ લો ઇન ધ એઈજ ઓફ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સી (એઆઈ) અંગે ધ્રુવભાઈ ટોળિયા (એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ), ઇલેક્ટ્રોનિક એવિડન્સ અંગે આલોકભાઈ ઠક્કર (એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ) માર્ગદર્શન આપશે. રાજકોટ બાર એસો. દ્વારા આ સેમિનારને લઈ તડમારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ સેમિનાર માટે બાર એસોસિએશનના હોદ્દેદારો,કારોબારી સભ્યો અને સિનિયર અને જુનિયર વકીલોની ટીમ તડામાર તૈયારીઓ કરી રહી છે. સેમિનાર માટે રજિસ્ટ્રેશન રાજકોટ બાર એસોસિએશનની લાઈબ્રેરીમાં તુષારભાઈ પાસે રજિસ્ટ્રેશન કરાવી શકાશે.




