Vadodara,તા.03
વાપીમાં રાજદીપ એપાર્ટમેન્ટમાં રહેતો ધર્મેન્દ્રકુમાર શ્યામ આશ્રય પાઠક ગર્ગલોજિસ્ટ્રેટ ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારી કંપનીને ટ્રકમાં ડ્રાઇવર તરીકે અમૃત રામજીલાલ (રહે રાજસ્થાન)તથા બીજી ટ્રકમાં ધર્મજીત મહેન્દ્રસિંહ (રહેવાસી રાજસ્થાન) નોકરી કરે છે.
ગત 25મી તારીખે બંને ટ્રકમાં અમદાવાદથી કોલ્ડ્રીંગનો સામાન ભરીને સેલવાસ તથા મહારાષ્ટ્ર જવા રવાના થયા હતા. બપોરે 1:30 વાગે નેશનલ હાઇવે નંબર 48 મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક પાર્ક કરી હતી. ત્યારબાદ બંને ટ્રકના ડ્રાઇવરનો મોબાઇલ પર સંપર્ક કરતા ફોન બંધ આવ્યો હતો. જેથી ઉપરોક્ત સ્થળે જઈને ટ્રાન્સપોર્ટના માણસ દ્વારા તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે બંને ટ્રકના પાછળના ચાર ટાયરો તથા રીમ અને 500 લીટર ડીઝલ ઓછું હતું. પંચર બનાવતા નાયરને પૂછતા તેને જણાવ્યું હતું કે ઉપરોક્ત ટ્રકના ડ્રાઇવરોએ મારી મદદથી પંચર બનાવવા માટે ટાયરો કાઢ્યા હતા અને ટેમ્પામાં ભરાવીને લઈ ગયા છે. બંને ડ્રાઇવરો ચાર ટાયર કિંમત રૂપિયા 1,00,400 તથા રીમ કિંમત રૂપિયા 40 હજાર તથા 500 લીટર ડીઝલ કિંમત રૂપિયા 60,000 નું લઈને ફરાર થઈ ગયા હતા.