Morbi, તા.૨
વજેપર વિસ્તારમાં પ્રેમ સંબંધ મામલે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો અને ધારિયા, ધોકા અને પાઈપ વડે સામસામી મારામારીમાં બંને પક્ષે બાખડ્યા હતા જેમાં સામસામે બંને પક્ષે ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વજેપરમાં રહેતા મનીષાબેન સુરેશભાઈ થરેશા (ઉ.વ.૪૫) આરોપીઓ હર્ષદ ઉર્ફે હકો વેલજી ચૌહાણ, જીગુબેન હર્ષદ ચૌહાણ, ખોડો હર્ષદ ચૌહાણ, વિશાલ બાબુભાઈ થરેસા રહે બધા વજેપર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના જમાઈ સાથે બીદીયાને પ્રેમસંબંધ હોય જેથી આરોપીઓને સમાધાન માટે બોલાવ્યા હતા જે સારું નહિ લાગતા ગાળો બોલી ઉશ્કેરાઈ જઈને આરોપી વિશાલે સુરેશભાઈને માથામાં ધારિયા વડે ઈજા કરી હતી અને આરોપી હર્ષદે લોખંડ પાઈપ વડે મનીષાબેનને ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
સામાપક્ષે વિશાલ ઉર્ફે લાલો બાબુભાઈ થરેશાએ આરોપીઓ મનીષાબેન સુરેશભાઈ થરેશા, જગદીશ સુરેશ થરેશા, મનીષાબેનનો જમાઈ હિતેશ ઉર્ફે ઠાકરો અને સુરેશ લક્ષ્મણ થરેશા રહે બધા વજેપર મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે હર્ષદભાઈની દીકરી બિંદીયાને અને મનીષાબેનના જમાઈ હિતેશને પ્રેમસંબંધ હોવાનો ઝઘડો ચાલતો હતો જેનો ખાર રાખી ફરિયાદી વિશાલ અને હર્ષદ ઉર્ફે હકો ફરિયાદીના કાકાના ઘરેથી પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ ગાળો બોલી હર્ષદને પગમાં પાઈપ મારતા નીચે પડી ગયો હતો અને ફરિયાદી વિશાલ હર્ષદ પાસે જતા પીઠના ભાગે છરીના બે ઘા મરી એક ઘા બગલના ભાગે મારી ઈજા કરી ઢીકા પાટું માર માર્યો હતો સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે