192 બોટલ દારૂ ,768 બીયરના ટીન , મોબાઈલ અને ટ્રક મળી ₹12,00,000 નું મુદ્દામાલ કબજે
Jetpur
રાજકોટ – પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા જેતપુર નજીક મંડલીકપુર ગામ પાસે વિદેશી દારૂની 192 અને બિયરના768 ટીન સાથે માણાવદરના બે શખ્સોની ધરપકડ કરી દારૂ, બિયર ,ટ્રક અને મોબાઈલ મળી 12 લાખનો મુદ્દામાલ કબજે કરી માણાવદરના બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વિદેશી દારૂ અને જુગારની બદી ડામી દેવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ એ આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઈ ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે માણાવદરના રઘુવીર પરા મા રેહતો વિપુલપુંજા ભારાઈ અને માણાવદરના ખાંભલા ગામનો મનસુખનાથ શિવનાથ ધર્મનાથ સહિત બંને શખ્સ જીજે 11 વીવી 7003 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યો હોવાની એ.એસ.આઇ શક્તિસિંહ જાડેજા ,કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા અને કૌશિકભાઇ જોશી ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એચ સી ગોહિલ,એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બડકોદીયા, હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર સહિતના સ્ટાફે મંડલીકપુર ગામ નજીક વોચ ગોઠવી હતી. ત્યારે પૂર ઝડપે આવતા ઉપરોક્ત નંબરના ટ્રકને અટકાવી ટ્રકની તલાસી લેતા જેમાંથી 1.98 લાખની કિંમતનો 192 બોટલ વિદેશી દારૂ અને ૭૬૮ બિયરના ટીમ સાથે વિપુલ ભારાય અને મનસુખનાથ ધર્મનાથની ધરપકડ કરી પોલીસે દારૂ ,બિયર, વાહન અને મોબાઈલ મળી રૂપિયા 12 લાખનો મુદ્દામાં કબજે કર્યો છે. ઝડપાયેલા દારૂમા લખન અર્જુન આહીર નામના શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે