Valsad,તા.૨૫
વલસાડના અમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ રૂ.૪,૫૦૦ની લાંચ લેતા છઝ્રમ્ને હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં અનિલ બી.ધોડી અને સુજીત આઈ સિંધનો સમાવેશ થાય છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી દારૂ લઇ ચેક પોસ્ટ પરથી ગુજરાત રાજ્યમાં પ્રવેશવા માટે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા અનિલ ધોંડી અને સુજત સિંઘને મળ્યો હતો. જેમાં બન્ને આરોપીએ ચેક પોસ્ટ પરથી દારૂની હેરફેર કરવી હોય તો માસિક રૂ.૫,૦૦૦ આપવા પડશે તેમ કહીરૂ.૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેણે એલસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને આધારે ઉમરગામના સંજાણ ચાર રસ્તા પાસે, સંજાણ પી.એચ.સી.ની ગલીમાં લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું. લાંચનાં છટકા દરમ્યાન , ફરીયાદીએ લાંચની રકમ ઓછી કરવા જણાવતા આરોપી અનિલેરૂ.૫૦૦ ઓછા આપવા જણાવી રૂ.૪,૫૦૦ની લાંચની રકમ સ્વીકારી બંન્ને આરોપી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.