રૂ. 6250 ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી પ્ર.નગર પોલીસ
Rajkot,તા.02
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે ખાટકીવાડ કતલખાના પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા જુના મોરબી રોડ પરના ગણેશનગરમાં રહેતા કુખ્યાત ઈબ્રાહીમ ઉર્ફે ઇભલા સહિત બે શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે રોકડ રૂ.૬૨૫૦ કબજે કરી કાયદેસની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગત મુજબ,પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ આર.કે.ગોહિલ તથા ટીમ પેટ્રોલિંગમાં દરમિયાન ઇગલ પેટ્રોલ પંપ, ખાટકીવાડ, કતલખાના પાસે જાહેરમાં ઘોડીપાસનો જુગાર રમતા કુખ્યાત ઈબ્રાહીમ ઉર્ફે કરીમભાઈ કાથરોટીયા (રહે ગણેશનગર, મોરબી રોડ) અને સતાર બચુભાઈ કટારીયા (રહે ઇગલ પેટ્રોલ પંપ)ને ઘોડીપાસાનો જુગાર રમતા પકડી પાડી પટમાંથી રૂ. ૬૨૫૦ જેટલી રોકડ રકમ કબજે કરી હતી