Rajkot,તા.01
રાજકોટ શહેરમાં બેફામ ઝડપે દોડતા વાહન ના ઉપદ્રવ માં વધુ એકનો ઉમેરો થયો હોય તેમ કેસરી હિન્દપૂલ પાસે મોહરમ ની છબીલ પર એકઠી થયેલી ભીડ પર ઇકો મોટર ધસી આવતા બાળક સહિત બેને ઇજા નો બનાવ નોંધાયો છે.મોહરમ નિમિત્તે શહેરમાં શરબત અને પ્રસાદની છબીલો શરૂ થઈ છે ગઈકાલે કેસરી હિન્દ પુલ પાસે મસાલા ઢોસા નો જાહેર ન્યાજ નું વિતરણ થતું હોય સાંજે લોકોની ભીડ જમા થઈ હતી ત્યારે ધસી આવેલી એક ઇકો મોટર એ મુસ્લિમ લાઇનમાં રહેતા ગફારભાઈ હાસમભાઈ ગોરી ૬૦,અને નવાજ હુસેનભાઇ ચૌહાણ ૯ ને હડફેટે લઈ ઇજાગ્રસ્ત કરતાં નાશ ભાગ મચી જવા પામી હતી, ઘવાયેલા બંનેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી ચાલકને ઝડપી પૂછપરછ હાથ ધરી હતી આ અંગે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે