Biharતા.1
બિહારની રાજધાની પટણામાં એક હૃદયદ્રાવક ઘટનાંમાં બે માસૂમ બાળકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે બંનેના મોત થયા હતા. તેમાંથી એક છોકરો છે અને બીજી છોકરી છે, બંનેની ઉંમર 10 થી 15 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. બંને બાળકો એઈમ્સમાં કામ કરતી નર્સ શોભા દેવી અને જાનીપુરમાં રહેતા લાલન કુમાર ગુપ્તાના બાળકો હતા.
ઘટના બાદ રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બીજી તરફ પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની શોધખોળ ચાલી રહી છે. ઘટના બાદ વિસ્તારમાં રોષ છે.
મૃતકોની ઓળખ 14 વર્ષની અંજલિ કુમારી અને 12 વર્ષની અંશુ તરીકે થઈ છે. બંને બાળકો ઘરમાં સૂતા હતા, અચાનક તેમના પલંગમાં આગ લાગી ગઈ. આગ એટલી ભયંકર હતી કે બાળકો તેમાં ફસાઈ ગયા અને બચી શક્યા નહીં.
બંને બાળકો શાળાએથી ઘરે પાછા ફર્યા હતા. તે સમયે તેમના માતા-પિતા ઘરે હાજર ન હતા. ત્યારબાદ અજાણ્યા ગુનેગારોએ ઘરમાં ઘૂસીને બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા અને આગ લગાવી દીધી.